પ્રથમ ગ્રાસે મક્ષિકા: વાંકાનેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોનો નનૈયો
અંતે વાંકાનેરની ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવાનું શરૂ
SHARE
અંતે વાંકાનેરની ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવાનું શરૂ
આજ તા.૩-૧-૨૨ થી મોરબી જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષની ઉમરના એટલે કે ધો.૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.જીલ્લાના ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને ડોઝ આપવામાં આવશે.ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વાંકાનેરમાં સર્જાયો હતો તે જયાં વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલના વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં શાળાના સંચાલકોએ નનૈયો કર્યો છે અને વાલીઓના સંમતિપત્રો આવે પછી જ વેક્સિન આપવાનું શરૂ કરાશે તેમ કહેવામા આવ્યું હતુ જો કે મોરબી ટુડેને જાણ થતા તંત્રને વાકેફ કરવા ન્યુઝ રીલીઝ કરાયા હતા જેને પગલે જીલ્લા ઓરોગ્યની ટીમ તેમજ જીલ્લા શિક્ષણ વિભાગની ટીમ દ્રારા શાળાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમજાવટના અંતે તે શાળામાં વેકસીનેશનનું કામ હાલમાં શરૂ કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં આજથી ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું શરૂ કરવામાં આવ્યું છે અને જિલ્લાની ૨૩૫ સંસ્થાઓમાં ૧૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને કોરોના વેક્સિન આપવા માટેનું આરોગ્યની ટિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વાંકાનેરમાં સર્જાયો હતો.વાંકાનેરમાં આવેલ એક ખાનગી શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં પ્રથમ નનૈયો કર્યો હતો અને આ મુદે આરોગ્ય વિભાગના અધિકારી ડો.વિપુલભાઈ કરોલીયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન દેવાની શાળાના સંચાલકે ના કહી છે અને વાલીઑના સંમતિપત્રો આવે ત્યાર પછી જ વેક્સિન આપવામાં આવશે તેવો શાળાના સંચાલકોનો દ્વારા આગ્રહ રાખવામા આવ્યો હતો જેથી પ્રથમ તો કોઈ વિદ્યાર્થીઓને વેક્સિન દેવામાં આવી ન હતી બાદમાં સમાચાર પ્રસિધ્ધ થતા આરોગ્ય અને શિક્ષણ વિભાગને આ અંગેની જાણ થતા અંતે સમજાવટના અંતે વાંકાનેરમાં આવેલ ફૈઝ બ્રાઇટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવા દેવાની શાળાના સંચાલકે છુટ આપતા શાળામાં આરોગ્યની ટીમ દ્રારા અંતે વેકસીનેશન શરૂ કરાયુ હતુ.aa