મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ


SHARE









મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે શિવ પાર્ક સોસાયટીમાં રહેતા વિપુલભાઇ પરસોતમભાઇ સોજીત્રાને કોઇ કારણોસર છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો જેથી સામાકાંઠેની સમર્પણ હોસ્પીટલે લઇ ગયા હતા ત્યારે સારવાર દરમિયાન મોત થયું હતું. સીવીલ હોસ્પીટલના સ્ટાફે બી-ડીવીઝન પોલીસને જાણ કરતાં સ્ટાફના એ.એમ. ઝાપડીયાએ નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે ફ્લોરા-17 એસપી રોડ ખાતે રહેતા મહિલાને નશાની હાલતમાં માર મારવા સબબ પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે એ-ડીવીઝન પોલીસે પતિ આકાશ હરજીવન જીવાણી પટેલ સામે ફરિયાદ નોંધી હતી.જેની તપાસ દરમિયાન પોલીસે આકાશ જીવાણીને નોટીસ આપી કાર્યવાહી કરી હતી.

બાળક સારવારમાં
મોરબી પાડાપુલ નીચે નદીના પટમાં થયેલ મારામારીના બનાવમાં રહેતા પરિવારના દોઢ વર્ષના રાહુલ દેવીપૂજકને ઇજાઓ થતાં તેને સીવીલે સારવાર માટે લઇ જવાયો હતો. જ્યારે નઝરબાગ રેલવે ફાટક નજીક કોઇ કારણોસર ફિનાઇલ પી જતાં મુકેશભાઇ રમેશભાઇ મહાલીયા રહે. નીલકંઠ સોસાયટી મેલડી માતાના મંદિર પાસેને અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો.માળીયા-વનાળીયા સોસાયટીમાં મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા મીનાબેન સોલંકીને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

રાજકોટ ખસેડાયો
મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામે રહેતો રાહુલ બામીયા નામનો યુવાન મકનસર ગામ પાસેથી પગપાળા જઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ થતાં અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જો કે હાલત નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. 
જ્યારે ડાયમંડનગર (આમરણ) ગામે રહેતો મલ્હાર નિલેશ ગાંભવા નામનો યુવાન જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં ગયો હતો પરત ફરતા સમયે આમરણ ગામ નજીક બોલેરો કારમાંથી પડી જતાં ઇજા પામેલ હોય અત્રેની આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં 
અયોધ્યાપુરી રોડના છેડે આવેલ આસ્વાદ પાન નજીકથી બેભાન હાલતમાં મળી આવેલા સત્યાભાઇ રજમનભાઇ બહાદુર રહે. ભવાની પાર્ક, રવાપરને 108 વડે સિવિલે ખસેડાયો હતો. જ્યારે માળીયા મીં.ની ખાખરેચી ગામે રહેતા સવિતાબેન કાળુભાઇને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા. તેમજ વાંકાનેરના ઓળ ગામે રહેતા કાજલબેન અરજણભાઇ કુનતીયાને અકળ કારણોસર ફિનાઇલ પી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છના સુરજબારી ગામે રહેતા રેશ્માબેન ગુલમામદભાઇ મુલ્લા નામની 15 વર્ષની સગીરાએ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ લેતા સારવાર માટે અહીંની સીવીલે લાવવામાં આવી હોવાનું પોલીસે જણાવેલ છે. #morbi #મોરબી 




Latest News