મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે
Breaking news
Morbi Today

જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી


SHARE







જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને ગુરુવારે રાત્રે ઉપવાસી છાવણી ખાતે આભાર વિધિ કરવા માટે તેઓ આવ્યા હતા ત્યારે તેઓનો આક્રમક મિજાજ જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે "જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે અને મિનિસ્ટરો તેમજ ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે આટલું જ નહીં પૂર્વ કલેકટર દ્વારા કરવામાં આવેલા ઓર્ડર સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન દરમિયાન ગુરુવારે રાત્રે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિતના 12 જિલ્લાના ખેડૂતો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપવાસી છાવણી ખાતે આવેલા ખેડૂતોએ પોતાના વળતર બાબતે લાગણી અને સૂચનો રજૂ કર્યા હતા ત્યારબાદ કાર્યક્રમના અંતે સહુનો આભાર વ્યક્ત કરવા માટે થઈને આંદોલન સમિતિના સભ્ય તેમજ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃત્યના નાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ઉભા થયા હતા. ત્યારે તેઓએ છેલ્લા દિવસોથી ચાલતા ખેડૂત આંદોલનમાં સહકાર આપનાર તમામ ખેડૂતોના આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આંદોલનમાં લોકોના જમણવારથી લઈને અનેક પ્રકારની સેવાઓમાં સહકાર આપનાર બેન દીકરીઓને ચંડી અને ચામુંડાનું રૂપ ગણાવીને તમામ ખેડૂતોને સિંહ સમાન ગણાવ્યા હતા

ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે આંદોલન પાર્ટ 3 નહીં હવે પાર્ટ 4 સીધું ચાલુ કરો. હવે ભૂખ્યાન મરવાનું નથી એને મારવાના છે અને આ આંદોલન દરમિયાન કોઈપણ આંદોલનકારી કે ખેડૂતને કોઈપણ વ્યક્તિ ધમકી આપે તો તેનો નંબર મને આપજો એવો કયો ધમકી દેવા વાળો પેદા થયો. તમે અમારા ખેતરમાં થાંભલા નાખી ગયા છો શું અમે તમારા ઘરમાં નહીં ધરીએ, હવે મિનિસ્ટરો અને ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના છે અને જો ખેડૂતોને પૂરતું વળતર ન મળે તો જે મિનિસ્ટરો લાલ લાઈટ વાળી ગાડીમાં ફરે છે તેને 108 માં ઘાલવાના છે. મોરબી જિલ્લાના પૂર્વ કલેકટર કે.બી.ઝવેરીએ કરેલા ઓર્ડરને ધ્યાન રાખીને રાકેશભાઇએ કહ્યું હતું કે "જે ઓર્ડર આપ્યો તે એના બાપના ખેતર હતા ખેતર અમારા બાપના છે, એક દી અને પકડ્યાવો છે અને અહીંયા થાંભલે ન બાંધુ તો અમૃતિયાના પેટનો નહીં" તેવી ચેલેન્જ આપી હતી. આમ ખેડૂતોનું આંદોલન હવે ધીમે ધીમે ઉગ્ર રૂપ પકડતું હોય તેવું દેખાઈ રહ્યું છે






Latest News