મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


SHARE







મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

મોરબી જીલ્લામાં જુદીજુદી ખાનગી વીજ કંપનીની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને તેના અસરગ્રસ્ત ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે અને ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર અપાવવા માટે સરકાર દ્વારા નવી નીતિ જાહેર કરવામાં આવેલ છે અને તેને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં એમઆરસી (માર્કેટ રેટ કમિટી)ની રચના કરવા કલેકટરના અધ્યક્ષતામાં ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગત તા. 4/7/26 ના રોજ વીજપોલ અને વીજ લાઇનના વળતર માટે નવી નીતિનો ઠરાવ કરવામાં આવેલ છે જેને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં માર્કેટ રેટ કમિટીની રચના કરવાનો રોડ મેપ તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ  ચર્ચા વિચારણા કલેકટરના સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ત્યારે ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના પ્રતિનિધિઓ સરકારના નવા નીતિ-નિયમોથી વિગતવાર અવગત કરાવીને વહેલી તકે પારદર્શક પ્રક્રિયા શરૂ કરવા સમજૂતી સાધવામાં આવી હતી. આગામી દિવસોમાં ખેડૂતો સાથે પણ બેઠક કરવામાં આવશે. હાલમાં કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરનારી માર્કેટ રેટ કમિટીમાં ખેડૂત અને ખાનગી વીજ કંપનીના સભ્યોનો સમાવેશ કરાશે. આ કમિટી દ્વારા અસરગ્રસ્ત જમીનોના બજારભાવ નિયત કરવા તેમજ વળતરને લગતા તમામ પ્રશ્નોનું ન્યાયિક નિરાકરણ લાવવાની કામગીરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાંથી હાલમાં અદાણી, રિલાયન્સ, પાવરગ્રીડ HVDC સહિતની કંપનીઓની વિવિધ વોલ્ટેજ ક્ષમતાની વીજ લાઈનો પસાર થઈ રહી છે. આ બેઠકમાં એસપી મુકેશ પટેલ, આરએસસી એસ.જે.ખાચર, મોરબી અને હળવદના પ્રાંત અધિકારીતેમજ વિવિધ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના ટેકનિકલ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.






Latest News