મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ


SHARE







ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ

ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી સમયાંતરે 30 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા જેની સામે રોજનું પઠાણી વ્યાજ ઉઘરાવવામાં આવતું હતું અને યુવાને કુલ મળીને 1.45 કરોડ રૂપિયા વ્યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી તેની કાર પણ પડાવી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (30)એ હાલમાં જયદીપભાઇ બસિયા રહે. મીતાણા તાલુકો ટંકારા તથા રવિભાઈ જીલરીયા રહે. રાજકોટ વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેને વર્ષ 2024 માં રૂપિયાની જરૂર હતી ત્યારે જયદીપ બસિયા પાસેથી 17 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા તે પૈકી 13 લાખનું રોજનું 13,000 તથા 4,00,000 નું રોજનું 6,000 રૂપિયા લેખે વ્યાજ આજ દિવસ સુધીમાં કુલ મળીને 1.10 કરોડ ચૂકવી આપેલ છે તેમજ ફરિયાદીએ વર્ષ 2025 માં રૂપિયાની જરૂર પડતા આરોપી રવિ જીલરીયા પાસેથી 13,00,000 વ્યાજે લીધેલા હતા જેમાંથી 7 લાખ રૂપિયાનું રોજનું 10,500 રૂપિયા અને 6 લાખ રૂપિયાનું રોજનું 6,000 રૂપિયા લેખે વ્યાજ આમ કુલ 35 લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ બંને આરોપીઓ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારજનોને મારવાનો ભય બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે અને રવિ જીલરિયાએ ફરિયાદીની માલિકીની વરના ગાડી નંબર જીજે 36 આર 7008 તેની પાસેથી બળજબરીથી પડાવી લીધેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News