મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી ભાજપ સાથે છેડો ફાડીને વરિષ્ઠ આગેવાનો, સહકારી-સામાજિક હોદ્દેદારો અને ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા


SHARE







મોરબી જિલ્લામાંથી ભાજપ સાથે છેડો ફાડીને વરિષ્ઠ આગેવાનો, સહકારી-સામાજિક હોદ્દેદારો અને ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ ૫૦૦થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, ડીરેક્ટર નસીપર સહકારી મંડળી), લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), રાજુભાઈ કોટડીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં હાર્દિક આવકાર આપ્યો હતો. નવા જોડાયેલા સાથીઓને આવકારતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ તમામ સાથીઓ કોઈ હોદ્દા, સત્તા કે પદની લાલચ માટે નહીં પરંતુ પ્રજા પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે લડવા માટે વિપક્ષ તરીકે કોંગ્રેસમાં આવ્યા છે.

આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી વીજળીના ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે અને જો ખેડૂતો કે બહેન-દીકરીઓ તેની સામે અવાજ ઉઠાવે તો પોલીસ તેમને ઢસડી ઢસડીને લાઠીચાર્જ કરે છે અને જેલમાં પૂરે છે, છતાં ભાજપનો કોઈ નેતા અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવાને બદલે આ સરકાર અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં વ્યસ્ત છે.

વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, સરદાર સાહેબે "વિના સહકાર નહીં ઉદ્ધાર" ના ઉદ્દેશ સાથે જે ભવ્ય સહકારી વ્યવસ્થા ઊભી કરી હતી, તેને ભાજપના નેતાઓએ સત્તાના સ્વાર્થ માટે રાજકારણનો અડ્ડો બનાવી દીધી છે. અમૂલ, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ગામડાની નાની મંડળીઓમાં પહેલા પક્ષ કે જ્ઞાતિ જોયા વગર લોકહિતનું કામ થતું હતું, જ્યારે આજે ત્યાં એટલો મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ વ્યાપી ગયો છે કે આ માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે.

અંતમાં તેઓ જણાવ્યુ હતું કે, તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે આપણે સૌ સાથે મળીને લડીશું અને રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં જનતાના આક્રોશને વાચા આપીને ગુજરાતમાં ૧૦૦ ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું. આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરજાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી હિમાંશુ પટેલ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ રાજુભાઈ આહીર સહિતના હાજર રહ્યા હતા.






Latest News