મોરબીના કારખાનામાં મજૂરી કામ કરતી પરિણીતાને પતિએ પગાર આવે પછી વતનમાં જવાનું કહેતા કર્યો આપઘાત
વાંકાનેર નજીક ઊભેલી કારમાથી ૧૦૮ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
વાંકાનેર નજીક ઊભેલી કારમાથી ૧૦૮ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
વાંકાનેર નજીક આવેલ સીરામીકની પાછળના ભાગમાં દીવાલ પાસે વાંકાનેર સીટી પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ત્યાં પડેલ એસેન્ટ કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૦૮ બોટલ મળી આવી હતી જેથી દારૂનો જથ્થો તેમજ કાર મળીને ૧,૪૦,૫૦૦ ના મુદ્દામાલને કબજે કરવામાં આવેલ છે અને એસેન્ટ કારના ડ્રાઈવરને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ દારૂનો જથ્થો કોનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વાકાનેર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી નજીક આવેલ સિરામિક પાછળના ભાગમાં દીવાલ પાસે ઉભેલી કારમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં ઉભેલી એસેન્ટ કાર જીજે ૫ સીએમ ૭૧૯૨ ને ચેક કરવામાં આવી હતી અને આ કારમાંથી ૧૦૮ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી ૪૦,૫૦૦ ના દારૂ સહિત પોલીસે કુલ મળીને ૧,૪૦,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને કારના ડ્રાઈવરને પકડવા માટે હાલમાં તજવીજ ચાલી રહી છે તેની સાથોસાથ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે