ટંકારાના હરીપર પાસે બોલેરો કારના ચાલકે હડફેટે બે યુવાનોને હડફેટે લેતા એકનું મોત: એકને ઇજા
વાંકાનેર પાલિકાની પાણીની લાઇનમાથી ગેરકાયદે કનેક્શન લેનારા લિંબાળાના સરપંચ સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેર પાલિકાની પાણીની લાઇનમાથી ગેરકાયદે કનેક્શન લેનારા લિંબાળાના સરપંચ સામે ગુનો નોંધાયો
વાંકાનેર શહેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે વાંકાનેર પાલિકાની પાણીની લાઈન પથરવામાં આવેલ છે તે લાઈનમાંથી ગેરકાયદેસર કનેક્શન લઈને લિંબાળા ગામના લોકોને પાણી આપવામાં આવતું હતું અને પાલિકા દ્વારા ગેરકાયદે કનેક્શન કટ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે આ ગેરકાયદેસર કનેક્શનને કટ કરવામાં આવ્યું હતું અને હાલમાં વાંકાનેર નગરપાલિકા કર્મચારી દ્વારા ગેરકાયદેસર કનેક્શન લેનારા લિંબાળા ગામના સરપંચની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કિશાનપરા સોસાયટી મેઇન રોડ ઉપર રહેતા અને વાંકાનેર નગરપાલિકામાં ફરજ બજાવતા અશોકભાઈ કનકપ્રસાદ રાવલ દ્વારા લિંબાળા ગામના સરપંચ ઉસ્માનભાઈ ફતેહમામદ કડીવારની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેરના લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૪૦૦ એમ.એસ.ની પાણીની પાઈપલાઈન પાથરવામાં આવેલ છે જેમાં અનઅધિકૃત રીતે પાઇપ લાઇન ફીટ કરીને ત્રણ હોર્સ પાવરનો ડેડકો (મોટર) ફીટ કરીને છેલ્લા ઘણા સમયથી આ ગેરકાયદે કનેક્શન મારફતે પાણી ખેંચવામાં આવતું હતું અને પાણીનો બગાડ કરવામાં આવતો હતો જેથી કરીને હાલમાં પાલિકાના કર્મચારીની ફરિયાદ લઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા આઈ.પી.સી. કલમ ૪૩૦ મુજબ ગુનો નોંધીને લિંબાળા ગામના સરપંચની સામે હાલમાં ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે
બાઇક ચોરી
વાંકાનેર પોલીસ દ્વારા ગઇકાલે ત્રણ ચોરાઉ મોટરસાયકલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ હાલમાં બાઈક ચોરીની સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી સંજયભાઈ રવજીભાઈ વનાણી (૨૮) રહે, ગારીયા વાળાએ કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ સાપરા રહે. ગુંદાખડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે અને જણાવ્યું છે કે તેઓએ પોતાનું મોટરસાયકલ અમરસિંહજી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે તેનો બાઇક નંબર જીજે ૩ એફએસ ૪૭૪૩ આરોપી ચોરી કરી ગયો હતો જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે