મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી
Breaking news
Morbi Today

મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર


SHARE







































મોરબી મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં નાખીને સળગાવી દેવાના કેસમાં એક આરોપીની જામીન નામંજૂર

મોરબીના ભડીયાદ ગામ નજીક જમીનના નાણાકીય વિવાદમાં તાજમહમદભાઈ ભટ્ટી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યાર બાદ જેતપર રોડ ઉપર આવેલ શિવાય કોલ નામના કારખાનામાં લાશને લઈ જઈને ત્યાં ખાડો ખોદીને તેમાં લાશને સળગાવવામાં આવી હતી અને બાદમાં ખાડાને બૂરી દઈને ઉપર સિમેન્ટનું ધાબું ભરી દેવામાં આવ્યું હતું આ ચકચારી કેસમાં આરોપી થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી મોરબીની એડીશનલ સેશન્સ અદાલતે નામંજૂર કરી છે.

મોરબીમાં તા 19-2-2026ના રોજ તાજમહમદભાઈ ભટ્ટી જમીન જોવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. તપાસ દરમિયાન જમીનના નાણાકીય વ્યવહારમાં થયેલા વિવાદને પગલે તેમને ભડીયાદ નજીકના ફાર્મહાઉસમાં લઈ જઈ પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી હત્યા કર્યાનું તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહને પીપળી રોડ પર આવેલા શિવાય કોલ કારખાનામાં લઈ જઈ ખાડામાં સળગાવી દાટી દીધો હતો. પોલીસને તપાસ દરમિયાન માનવ કંકાલના બળેલા અવશેષો મળી આવ્યા હતા.

આ ગુનામાં ધરપકડ બાદ જેલમાં રહેલા થોભણભાઈ અઘારાએ ચાર્જશીટ રજૂ થયા બાદ જામીન અરજી કરી હતી. બચાવપક્ષે નિર્દોષ હોવા સહિતની દલીલો કરી હતી. જોકે, સરકારી વકીલ વિજયભાઈ જાની અને ફરિયાદીપક્ષના વકીલ રૂપરાજસિંહ પરમારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. હત્યાનું સ્થળ અને લાશ દાટવામાં આવી હતી તે સ્થળની માલિકી અંગેના દસ્તાવેજો પણ રજૂ કરાયા હતા. બંને પક્ષોની દલીલો અને ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અદાલતે આરોપી થોભણભાઈ અઘારાની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર તરફે મોરબી જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની તથા મુળ ફરીયાદી રીયાઝભાઈ તાજમહમદભાઈ ભટ્ટી વતી રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, દિપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, યુવરાજસિંહ ગોહિલ તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા. 














Latest News