મોરબીના વોર્ડ-૧૨ માં ભાજપના સુધરાઇ સભ્યના ઘર- રામદેવપીર મંદિર પાસે ઉભરાતી ગટર !: રમેશ રબારી
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું
SHARE
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે મંદિરે રહેતી વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યા બાદ મોત નીપજયું
વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ મંદિર નજીક રહેતા વૃધ્ધ મહિલાને શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ વૃદ્ધ મહિલાને હોસ્પિટલના ડોક્ટર મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોકનાકા પાસે લીલાધર મંદિર નજીક રહેતા સુરજાબેન નુરજાભાઈ માલીધીન (૬૦) ને ગઈકાલે શ્વાસ ચડ્યો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં વાંકાનેરની સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
અકસ્માત
હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ એસ્ટ્રોન પેપર મીલ પાસેથી અજીતભાઈ કહેરભાઈ રાઠોડ (ઉંમર ૪૨) રહે. ઘનશ્યામપુર નવા પ્લોટ વિસ્તાર વાળા પોતાનું બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩૬ એલ ૯૩૩૬ ના ચલાકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અજીતભાઈ રાઠોડને ઇજાઓ થઇ હતી અને તેના બાઈકમાં પણ નુકસાન થયું હતું જેથી કરીને હાલમાં ભોગ બનેલા અજીતભાઈ રાઠોડે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે