મોરબીમાં મજૂરીકામ માટે આવેલ જામનગરના બે ઈસમો પાંચ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયા
SHARE
મોરબીમાં મજૂરીકામ માટે આવેલ જામનગરના બે ઈસમો પાંચ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસના સ્ટાફે બાતમીના આધારે બે શંકાસ્પદ ઈસમોને અટકાવીને તેઓની ઝડતી લેતાં તેઓની પાસેથી પાંચ મોબાઇલો મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની ઉલટ તપાસ કરતા બંને ઇસમો ગલ્લાંતલ્લાં કરવા લાગ્યા હતા અને મોબાઈલો ચોરીના હોવાની શક્યતાના આધારે બંનેને પકડીને પોલીસ મથકે લાવી વધુ વિગતે તપાસ કરવામાં આવતા ખુલ્યુ હતું કે બંને ઈસમ જામનગર જિલ્લાના વતની છે અને હાલમાં રહીને મજૂરીકામ માટે મોરબી આવ્યા હતા જોકે કારખાનું બંધ થઈ ગયું કામ ધંધો ન હોય કારખાનામાં મજૂરી કામ કરતાં મજુરોની નજર ચૂકવીને તેમજ વાત કરવા માટે ફોન માંગીને લોકોના ફોન લઈને ભાગી જતા હતા..! હાલ પાંચ ચોરાઉ મોબાઇલ સાથે બે ઇસમોને પકડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઇ ડાંગર તથા રાઇટર પિયુષભાઈ આહીર દ્વારા શંકાના આધારે બે શકમંદોને અટકાવવામાં આવ્યા હતા અને તેઓને ઝડતી લેવામાં ઈવતાં તેઓની પાસેથી જુદી જુદી કંપનીના પાંચ મોબાઇલો મળી આવતા રૂપિયા ૧૮ હજારની કિંમતના પાંચ મોબાઈલો જપ્ત કરવામાં આવ્યા હતા અને મોબાઇલ વિશે તેઓની પૂછપરછ કરવામાં આવતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા જેથી બંને ઇસમોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની ઊલટ તપાસ કરવામાં આવતાં તેઓએ પોતાના નામ ઉમેદસિંહ ઉર્ફે જયરાજસિંહ અજીતસિંહ પરમાર (ઉમર ૩૧) હાલ રહે.મોરબી સામાકાંઠે વિદ્યુતનગર અર્જુનભાઈ આહીરની ઓરડીમાં મૂળ રહે.જામનગર અને નાગરાજસિંહ વિજયસિંહ ઉર્ફે મોકાજી જાડેજા દરબાર (ઉમર ૨૨) હાલ રહે.મોરબી સામાકાંઠે વિદ્યુતનગર અર્જુનભાઇ આહીરની ઓરડીમાં મૂળ રહે.બારા તા.ખંભાળીયા જી.જામનગર હોવાનું જણાવ્યું હતું.બંને પાસેથી મળીને પોલીસને પાંચ મોબાઇલ મળી આવ્યા હોય અને મોબાઇલ ચોરાઉ હોય રૂપિયા ૧૮ હજારની કિંમતના પાંચ મોબાઈલ સાથે બંનેની હાલમાં અટકાયત કરી તેઓ વિરુદ્ધ કલમ ૪૧(૧)ડી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પકડાયેલા ઉમેદસિંહ પરમાર અને નાગરાજસિંહ જાડેજા બંનેને જામનગર જિલ્લામાંથી અહીં મજૂરી કામ માટે મોરબી આવ્યા હતા અને કારખાનામાં મજૂરી કરતા હોય પણ કારખાનું કોઈ કારણોસર બંધ થઇ જતાં હાલ તેઓ પાસે કામ ધંધો ન હોય તેથી તેઓએ કારખાનામાં કામ કરતા મજૂરોની નજર ચૂકવીને તેમજ વાત કરવા માટે ફોન વાગ્યા બાદ મોબાઈલ ફોન લઈને ભાગી જવાની મોડસ ઓપરન્ડીને આધારે આ પાંચ મોબાઈલો જુદી-જુદી જગ્યાઓએથી ચોરી કર્યા હોવાની પ્રાથમિક માહિતી આપી હોય પોલીસે બંને ઈસમની ધરપકડ કરીને આ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.