વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનમાંથી ૨૨ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનમાંથી ૨૨ બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
વાંકાનેરના વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના કારણે સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી અને ઘરમાંથી ૨૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે પોલીસે ૮૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની અંદર વીસીપરા મિલ સોસાયટી ગોડાઉન પાસે રહેતા લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવીના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી ૨૨ બોટલ દારૂ મળી આવ્યો હોય ૮૨૫૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે ગુનો નોંધી આરોપી લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા હકુભા ગઢવી (ઉંમર ૨૩) ઘરમાં હાજર મળી આવેલ ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
વાંકાનેર તાલુકાના મકનપર ગામની સીમમાં બેચરભાઈની વાડીના રસ્તા પરથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને અજીતભાઈ દિનેશભાઈ રાતેયા જાતે કોળી (ઉંમર ૩૩) રહે. જાલી ગામ વાળાની ધરપકડ કરેલ છે