મોરબીની ચેક પોસ્ટ પાસેથી મળી આવેલ થેલો પોલીસે મુળ માલિક પરત કર્યો
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં મહિલાએ મકાન-દુકાન પચાવી પડતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબી જીલ્લામાં જમીન ઉપર દબાણ કરનારા તત્વોની સામે ધડોધડ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ મકાન અને દુકાન મહિલાએ પચાવી પડેલ છે જેથી કરીને મિલકતના માલિકે હાલમાં તે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેર નંબર-૧ માં રહેતા અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ હાલમાં વાંકાનેર સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાની સામે તેની દુકાન અને મકાનમાં કબ્જો કરી લીધેલ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને હાલમાં ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં તેઓની માલીકીની દુકાન અને મકાન આવેલ છે તે પચાવી પાડવા માટે સુનીતાબેન વિકાસભાઈ મીંડા નામની મહિલાએ કબજો કરી લીધેલ છે જેથી કરીને અશોકભાઈ કિશનચંદ તુલશિયાણીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપી મહિલાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ કેસની તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણને સોપવામાં આવેલ છે