ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પોસ્ટ ઓફિસ અને સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા !


SHARE







મોરબીમાં પોસ્ટ ઓફિસ અને સેવા સદનમાં આધારકાર્ડ સેન્ટરે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા !


હાલમાં આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના હોય તે લોકોએ આધારકાર્ડ સેન્ટર ઉપર જાય છે ત્યારે મોરબીના તાલુકા સેવા સદન અને પોસ્ટ ઓફિસમાં આવેલ આધારકાર્ડ સેન્ટરમાં લોકોનો મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારે આધારકાર્ડ સેન્ટર પાસે સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થઈ ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો

મોરબીના તાલુકા સેવા સદન અને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સેન્ટર આવેલા  છે ત્યાં આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ તેમાં સુધારો કરાવવા માટે હાલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કેમ કે, ખાનગી શાળામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે આરટીઇના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં આધાર કાર્ડ આપવાનું હોય છે ત્યારે તેમાં ભૂલ હોય કે પછી આધાર કાર્ડ ન હોય તો ફોર્મ ભરી શકતું નથી જેથી કરીને લાલબાગમાં આવેલ તાલુકા સેવાસદન અને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડ સેન્ટરમાં આધારકાર્ડના કામ માટે લોકોની ભીડ એકઠી થઈ હતી જેથી કરીને સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા થતાં હોય તેવો ઘાટ સર્જાયો હતો અને ત્યારે અધિકારી દ્વારા આંખ આડા કાન કરવાના બદલે લોકો હેરાન ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તે જરૂરી છે




Latest News