મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીના વિકાસપથનું ધારાસભ્યએ ત્રણ કરોડનું રી-સરફેસિંગ કામ મંજૂર કરાવ્યુ


SHARE







મોરબીના વિકાસપથનું ધારાસભ્યએ ત્રણ કરોડનું રી-સરફેસિંગ કામ મંજૂર કરાવ્યુ

મોરબીના ભક્તિનગર સર્કલથી મહારાણા પ્રતાપ સર્કલ એટલે કે વિકાસપથનું રૂપિયા ત્રણ કરોડનું રી-સરફેસિંગ કામ ધારાસભ્ય બ્રિજેશ મેરજામંજૂર કરાવ્યુ છે જેથી કરીને ત્રણ કરોડના ખર્ચે આ રોડને ચકાચક કરવામાં આવશે

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન, ગાંધી ચોક, નગર દરવાજા થઈને વી.સી. હાઇસ્કૂલથી નટરાજ ફાટકનો જે બિસ્માર રસ્તો છે તે ડામર પટ્ટીથી રી-સરફેસિંગ કરવા ત્રણ કરોડનો જોબ નંબર મેળવેલ છે તે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પણ ઝડપભેર હાથ ધરાવી એજન્સી પણ મુકરર કરીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે. આમ, મોરબી શહેરનો ખૂબ મહત્વનો એવો આ રસ્તો ચોમાસા દરમિયાન વચ્ચે ઉઘાડ નીકળશે ત્યારે કામ ચાલુ કરી દેવા ધારાસભ્યએ માર્ગ – મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને સૂચના આપી છે. વધુમાં ગાંધી ચોક પાસે સરકારી હોસ્પિટલ સામે જે સર્કલ આવેલું છે ત્યાં નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા સિમેન્ટ કોંક્રીટથી આ જંકશનનું કામ થાય તેવું આયોજન પણ હાથ ધરાય રહ્યું છે. આમ મોરબી શહેરનો અતિ મહત્વનો એવો ભક્તિનગર સર્કલથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો ૪.૫ કી.મી.નો રસ્તો પુનઃ ડામર સપાટીથી રી-સરફેસિંગ થશે.        

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News