મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીથી બદલી કરવામાં આવેલા અધિક કલેકટર કેતન જોશીનો વિદાય સમારંભ યોજાયો


SHARE







મોરબીથી બદલી કરવામાં આવેલા અધિક કલેકટર કેતન જોશીનો વિદાય સમારંભ યોજાયો

 મોરબીમાં વર્ષો સુધી સેવા આપી મોરબી જીલ્લાને વિવિધ આયામો થકી ગતિશીલ બનાવવા કાર્યરત અધિક કલેક્ટર કેતનભાઈ જોષીની બદલી તાજેતરમાં નવસારી ખાતે કરવામાં આવી છે ત્યારે તેઓનો વિદાય સમારંભ નવલખી રોડે આવેલા પરશુરામ ધામ ખાતે યોજાયો હતો. આ અવસરે ધારાસભ્ય  બ્રિજેશભાઈ મેરજા, પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અગ્રણી ડો. અનિલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, નિરજ ભટ્ટ, નિખીલભાઈ જોષી, મુકુંદભાઈ જોષી, નવનિતભાઈ મહેતા, આર. કે. ભટ્ટ, મનોજભાઈ પંડ્યા સહિતના બ્રહ્મ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેતનભાઈ જોશીનું શાલ, પુસ્તક, પુષ્પહાર, પુષ્પગુચ્છ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતુ અને તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં પોતાના સંસ્મરણો વાગોળી અને વિવિધ આગેવાનો સાથેની આત્મીયતાને યાદ કરી આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું




Latest News