મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ઓપન એઈઝ ગ્રુપની ટીમનું કરાશે સિલેકશન
વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
SHARE
વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો
મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ દ્વારા ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે કામ કરવામાં આવે છે તારે દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને હકીકત મળેલ હતી કે વાંકાનેરના હસનપરની સીમમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી અને મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી અપહરણ કરીને સગીરાને લઈ ગયેલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી ત્યારે આરોપી તથા ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં છે જેના આધારે તપાસ કરતા આરોપી તથા ભોગબનનાર વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની માહિતી મળી હતી જેથી પીએસઆઈ વી.કે.કોઠીયા તથા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના માણસોએ તપાસ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા (ઉ.૩૦) રહે.પીટોલ, કલણ તલાવ ફળીયુ તાલુકો પીટોલ (એમ.પી.) વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસને સોપવામાં આવેલ છે