મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડીમાં રિક્ષા ધીમે ચલાવવાનું કહી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો : જાનથી મારી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરના રાતીદેવડીમાં રિક્ષા ધીમે ચલાવવાનું કહી પિતા-પુત્રોએ યુવાનને માર માર્યો : જાનથી મારી નાખવાની ધમકી

 

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસેથી રિક્ષા લઈને પસાર થઈ રહેલા યુવાનને રીક્ષા ધીમે ચલાવવા કહયું હતું ત્યારે યુવાને રીક્ષા ઉભી રાખીને રીક્ષા જોઈને ધીમે ચલાવવું છું તેવું કહેતા ઉશ્કેરાયેલા પિતા પુત્રોએ તેને ઢીકાપાટુનો અને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

 જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અને રિક્ષા ચલાવતા નીતિનભાઈ કાંતિભાઈ વોરા (ઉમર ૨૪) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૬૭૨ લઈને નવી રાતીદેવડી ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગૌતમભાઈ બળવંતભાઈ વોરાપ્રશાંતભાઈ બળવંતભાઈ વોરા અને તેના પિતા બળવંતભાઈ ગોકળભાઈ વોરાએ તેને તેની રીક્ષા ધીમે ચલાવવા માટે કહ્યું હતું ત્યારે નીતિનભાઈ પોતાની રિક્ષા ઉભી રાખીને રીક્ષા જોઈને ધીમે ચલાવવું છું તેવું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ત્યારબાદ ગૌતમભાઈ અને પ્રશાંતભાઈએ તેને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા 

હળવદ થી વેગડવાવ તરફ જવાના રસ્તા ઉપર આવતી ફાટક પાસેથી દિલીપભાઈ પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ટીઇ ૭૦૧૨ ના ચાલકે તેમને હડફેટે લીધા હતા જેથી કરીને દિલીપભાઈને માથા, મોઢા, છાતી અને જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં મનસુખભાઈ જેરામભાઈ કણજારીયા જાતે દલવાડી (ઉંમર ૪૫)એ રિક્ષા ચાલકની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News