મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં યુવાનને અગાઉ કુટુંબીક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લોખંડના કેરિયર વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી જાતે મતવા (ઉ.૩૨) વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે હતા ત્યારે તેની સાથે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ તેમજ અનિલભાઈ બુટાભાઈ લામકા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ માથાકૂટ કરી હતી અને ત્યારે ઘનશ્યામભાઈએ તેને લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે માથામાં અને હાથે-પગે ઇજાઓ કરી હતી જેથી કરીને હસનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં હસનભાઈ જીંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલા આરોપીઓના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને હાલમાં આ બંને શખ્સોએ તેને માર મારેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News