મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન મોરબી મહેન્દ્રનગર ગામે છાતીમાં દુ:ખાવો થયા બાદ યુવાનનું મૃત્યુ સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહા પંચાયત, અન્ય રાજ્યમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મોરબી શહેરના વોર્ડ નં.૩ સેવા સદન, કોર્ટ પરિસર, લાલબાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તથા પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા શૈક્ષણિક અને હંગર પ્રોજેક્ટ મોરબીમાં પિતાની પૂર્ણતિથિએ દીકરાએ સેવાકાર્ય કરીને આપી શ્રધ્ધાંજલિ
Breaking news
Morbi Today

ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે પાટીદાર રત્ન જયસુખભાઇની ઉપસ્થિતિ


SHARE









ગ્લોબલ કચ્છના સેમિનારમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે પાટીદાર રત્ન જયસુખભાઇની ઉપસ્થિતિ

જળ એજ જીવન છે. તાજેતરમાં ગ્લોબલ કચ્છ દ્વારા ભુજ ખાતે વરસાદના પાણીની આવક, પ્રાકૃતિક ખેતી, જળ સંચય જેવા મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ખેડૂત મેડાવળાનું આયોજન કરેલ હતું જેમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પણ હાજર રહ્યા હતા. અને જયસુખભાઇ પટેલ દ્વારા સાલ ઓઢાડીને પરષોત્તમ રૂપાલાનું સ્વાગત કરાયેલ હતું.

આ તકે જળ સંચયના કાર્યોની શરૂઆત કરી તેને વેગવંતા બનાવનાર પાટીદાર ભામાશા ઓ.આર. પટેલને પણ સવિષેસ યાદ કરીને સંબોધિત કરેલ હતા અને જયસુખભાઇ પટેલ પણ તેમના પદ્દચિહ્નો પર આગળ વધી રહ્યા છે અને પોતાના વ્યસ્ત સેડયુલમાંથી સમય કાઢી લોક કલ્યાણકારી સુંદર કાર્ય બદલ સવિષેસ અભિનંદન પાઠવેલ હતા.

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આ તકે જણાવ્યું હતું કે, વિશ્વની ઓર્ગોનિક ફૂડની માંગને પુરી કરવા કચ્છના કિસાનો સક્ષમ છે. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છી ઓમાં છે સમગ્ર દેશ અને રાજયમાં હાઇએસ્ટ  ઇરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે.

આ તકે ગ્લોબલ કચ્છના મયંક ગાંધી, વિશાલ ગડા, ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, , અગ્રણી કેશુભાઈપટેલ, પ્રગતિશીલ અગ્રણી ખેડુતો તેમજ વિવિધક્ષેત્રના કચ્છી અગ્રણીઓ, જનપ્રતિનિધઓ અગ્રણી નગરજનો ઉપસ્ધિત રહ્યા હતા. ત્યારે કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત કરી કચ્છને નંદનવન બનાવવા તરફ પ્રયાસ કરનાર દરેકને હાર્દિક અભિનંદન પાઠવેલ હતા.






Latest News