મોરબીના નવા સાદુળકા પાસે કારખાનાના કવાર્ટરમાં સગીરાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
મોરબીના ચકમપર ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી
મોરબી નજીકના ચકમપર ગામના સરપંચની વાડી તરફ જતી પાણીની લાઈનજાય છે તેને રાગદ્વેષ રાખીને તોડી નાખવામાં આવી હતી જેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મહિલા સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેઓની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરવામાં આવ્યો હત અને સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં સરપંચે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત ચાર વ્યકિતઓ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કામગીરી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ચકમપર ગામના સરપંચ પરસોત્તમભાઈ ગાંડુભાઇ કલારિયાએ હાલમાં તે ગામની અંદર રહેતા જયંતીલાલ ભિખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુન્નો જયંતીલાલ દારોદરા અને જયંતીલાલના પત્નીની સામે ઝઘડો કરી મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપી જયંતીલાલએ ગામમાં ગોચરની જમીન ઉપર દબાણ કરેલ છે અને તેમાંથી પસાર થઈને સરપંચ પરસોતમભાઈની વાડી સુધી પાણીની પાઈપલાઈન જાય છે તેને તોડી નાખી હતી જેને રિપેર કરવા માટેનું કામ ફરિયાદી અને તેની સાથે અન્ય લોકો કરી રહ્યા હતા ત્યારે જયંતિભાઈએ તેઓને ગાળો આપી હતી અને ધારિયું લઈને મારવા દોડ્યા હતા અને ત્યારબાદ તેના બે દિકરા અને પત્નિએ ઝઘડો કરીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને સરપંચ પરસોતમભાઈ કાલરીયાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ ખાતે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે