મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રાહતદરે રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું વિતરણ ચાલુ


SHARE













મોરબીમાં રાહતદરે રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું વિતરણ ચાલુ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્રારા રવિવારથી કુંડામાં વાવી શકાય એવા ૩૦ થી વધુ રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું રાહત દરેથી અને વિવિધ પ્રકારના અન્ય વૃક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. 

મોરબીમાં તારીખ ૪ જુલાઈ રવિવારથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા સંસ્થાના લાભાર્થે રંગબેરંગી ફૂલ છોડના રોપઓનું રાહત ભાવેથી વિતરણ શરૂ કરવામાં આવશે.જેમા ખાસ કરીને ગુલાબ, આલમંડા દ્વાફ, રાતરાણી, એમેલીયા, ટગર ડબલ, ટગર સિંગલ, એન્જીમેનિયા, લેમનપટ્ટી, ટગર વેરીગેટેડ, જેટરોફા, લહેરિયા, એકલીફા, ફાયકસ સ્ટાર, ફાયકસ સફારી, રોહયા, એરેનપીમાં રેડ, એરેનપીમાં ગ્રીન, મધુમાલતી વેલ, જાસૂદ લાલ, જાસૂદ પિંક, જાસૂદ વાઇટ, એક્ઝોરા, ચાઈનીઝ ટગર, ફ્લેમિંગો, ટ્રેસીના, કેસરી કેવળો, મનિવેલશ્રીલંકન મોગરો, જુઈ, લેન્ટના, નરગીસ, લાલ હેમીયા, બારમાસી મળી રહેશે 

 

સાથોસાથે જ મિત મનસુખ ભાઈ આદ્રોજાના જન્મ દિવસ નિમિત્તે એક હજારથી વધુ વ્રુક્ષોના રોપાઓનું એકદમ વિનામૂલ્યે વિતરણ પણ કરવા માં આવશે.જેમાં જામફળ, સીતાફળ, દાડમ, ગુંદો, આમળાં, બદામ, તુલસીમીઠો લીમડો, જંબુડા, લીંબુ, આસોપાલવ (ગોળ), ઉમરો, આમલી, લીમડો, સવન, સેતુર ઉપર આપેલ તમામ રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. વિતરણ તા.૪ જુલાઈ રવિવારથી ચાલુ છે અને રોપઓ હશે ત્યાં સુધી દરરોજ સાંજે ૫ થી ૮ જ રોપા આપવામાં આવશે આ સમય સિવાય રોપઓ આપવામાં આવશે નહીં.રોપાઓ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્ર, માધવ ગૌશાળા પેહલા, હરી ૐ સ્ટોન પછી, રવાપર-ઘુંનડા રોડ, મોરબી ખાતે મળવુ અને વધુ માહિતી માટે સંપર્ક મોબાઇલ નંબર 75748 68886 ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે.




Latest News