મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં માતૃ વંદના ટ્રષ્ટ દ્વારા અંજલીબેન આર્યજી રાષ્ટ્રકથા યોજાઇ


SHARE













મોરબીના આલાપ પાર્કમાં માતૃ વંદના ટ્રષ્ટ દ્વારા અંજલીબેન આર્યજી રાષ્ટ્રકથા યોજાઇ

મધ્યપ્રદેશના સામલી જિલ્લામાં માતા નિર્મલા દેવી અને પિતા ધનિરામ ધીમાનના ઘરે જન્મેલા  અંજલીબેન આર્ય કે જેઓ વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે અવિવાહિત રહી દેશ અને દુનિયામાં ભજનાવલી સાથે,દેશભક્તિના ગીતો સાથે આર્ય સંસ્કૃતિ,સનાતન હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, એવા વિરલ વિભૂતિએ આલાપ પાર્કમાં રાત્રે ખુબજ બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતમાં તાલ અને લય સાથે લોકોને વૈદિક સંસ્કૃતિનો મહિમા ગાયો હતો, ક્રાંતિવિરોના જીવન કવન વિશે વાતો કરી શહીદવિરોની શહાદતને યાદ કરી હતી.અભિમન્યુ અને સુભદ્રાની વાતો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન માતાના ખાન પાન કેવા હોવા જોઈએ? એના વિશે વાતો કરી હતી, બીડી,ગુડકા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે ઉદાહરણ સાથે વાતો કરી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી, ગુરુ નાનક,છત્રપતિ શિવાજી મહારાજ  રાણા પ્રતાપ,રામ અને ક્રિષ્નની વાતોના માધ્યમથી ચિત્ર નહીં પણ ચરિત્ર નિમાર્ણ વિશે વાતો કરી હતી,કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની આરતીથી કરવામાં આવી હતી, અંજલીબેન આર્યનું સ્વાગત સન્માન નિમિષાબેન ભીમાણી,દુર્ગાબેન વામજા, અલ્પાબેન ઘોડાસરા, પ્રફુલ્લાબેન રૂપાલા મનીષાબેન અગોલા, કૃપાબેન દેસાઈ વગેરેએ કર્યું હતું. આલાપ પાર્કના પ્રમુખ અરવિંદભાઈ વામજા મંત્રી રામજીભાઈ વિડજા અને જીતુભાઈ રૂપાલા રાજેશભાઈ ભીમાણી વગેરે કમિટી મેમ્બર ભારે જહેમત ઉઠાવી હતી અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News