મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનાર સંસ્થાના સંચાલકોના કરાયા સન્માન


SHARE







મોરબી જીલ્લામાં કોરોના કેર સેન્ટર શરૂ કરીને દર્દીઓની સેવા કરનારીસંસ્થાના સંચળકોનું કરાયું સન્માન

 મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ધડોધડ પોઝિટિવ કેસ વધવા લાગ્યા હતા ત્યારે દર્દીઓની સારવાર માટે જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ, જુદાજુદા સમાજ અને સંગઠન દ્વાર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જેથી કરીને કોરોના સામેની પરિસ્થિતી જે તે સમયે થાળે પડી ગઈ હતી માટે મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર સમયે કામ કરનારી  સંસ્થાઓને બિરદાવવા માટે સેવાભાવી સંસ્થાઓનું કલેકટર કચેરીએ કલેક્ટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશી સહિતના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને જે સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર અને પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ, સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન અને અજંતા એલપીપી આમ કુલ મળીને ૧૯ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News