મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને ૫૦ ટકા ફી માફીની કરાઇ માંગ


SHARE











મોરબી જિલ્લા એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને ૫૦ ટકા ફી માફ કરવાની માંગ


કોરોનાના લીધે પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ખાનગી શાળાઓ અને કોલેજો દ્વારા વિદ્યાર્થીઓએ પાસેથી ફીના ઉઘરાણા કરવામાં આવે છે તે મુદે મોરબી જીલ્લામાં એનએસયુઆઈ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને વિદ્યાર્થીઓની ૫૦ ટકા ફી માફ કરવા માટેની માંગ કરવામાં આવી છે

રાજ્યભરમાં એનએસયુઆઈ અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થિઓની ફી મુદે રજૂઆત કરવામાં આવી છે ત્યારે મોરબી જીલલમાં એનએસયુઆઈના પ્રમુખ દેવેન્દ્ર્સિંહ જાડેજાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને રાજ્યમાં તમામ શાળા-કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને ઇલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી અને હાલમાં મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા-રોજગાર કરતા પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. ત્યારે ખાનગી શાળા સંચાલકો ફી ન ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લેવામાં આવેલ નથી અને સંચાલકો સાથે બેઠક યોજીને આ બેઠકમાં સંચાલકોની અનુકૂળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફીમાં વધારો ન કરવાનું કહીને સંચાલકોને અનુકૂળ નિર્ણય લેવાં આવેલ છે

એકબાજુ ખાનગી શાળા સંચાલકો દ્વારા સરકારને કોરોનામાં મદદરૂપ થવા દાન કરવામાં આવે છે અને બીજી બાજુ કોરોનાની વચ્ચે નાના અને મધ્યમ વર્ગના પરિવારોને જીવન નિર્વાહના ફાફાં છે તેવા સમયે અમુક શાળાઓ એડ્વાન્સ ફી જમા કરાવવા કહી રહી છે જો કે, આગામી સમયમાં શાળા-કોલેજો ક્યારે પ્રત્યેક્ષ શિક્ષણ માટે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના સમયે હજુ પણ ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવે તેવી શક્યતા છે ત્યારે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોના વિદ્યાર્થીઓના વાલીઓને રાહત થાય તે માટે ૫૦ ટકા ફી માં રાહત આપવામાં આવે તે જરૂરી છે આ તકે મોરબી જિલ્લા એનએસયુઆઈ અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, જયંતીભાઈ પટેલ, મહેશભાઈ રાજ્યગુરુ, હસુભાઈ પટેલ, અશ્વિનભાઈ વિડજા,વસીમ મનસુરી અને મોરબી એનએસયુઆઈ અને કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા

 મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News