મોરબી જિલ્લાના હળવદમાં ગેરેજે પડેલી સાત ટ્રકમાથી ડીઝલ ચોરી !
SHARE
મોરબી જિલ્લાના હળવદમાં ગેરેજે પડેલી સાત ટ્રકમાથી ડીઝલ ચોરી !
બળદેવ ભરવાડ દ્વારા, હાઇવે રોડ ઉપરથી પસાર થતાં વાહનોમાથી જુદાજુદા સામાનની ચોરી કરવામાં આવે તેવું તો ઘણી વખત સામે આવે છે જો કે, હાલમાં મોરબી જિલ્લાના હળવદમાં ગેરેજે પડેલી સાત ટ્રકમાથી ડીઝલ ચોરી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે અને તસ્કરો ગેરેજે પડેલી ટ્રકોમાથી અંદાજે બે લાખનું ડીઝલ ચોરી કરી ગયા છે જેથી આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે
હળવદમાં ચેમ્પિયન ઓટો પાર્ટ ગેરેજમા રિપેરિંગ માટે સાત ટ્રક પડી હતી જે ટ્રકોને તસ્કરોએ નિશાન બનાવી છે અને ગેરેજમા પડેલ ટ્રકોમા ડિઝલની ચોરી કરી છે હાલમાં મળી રહેલી માહિતી મુજબ સાત ટ્રકમાથી રાત્રીના સમયે તસ્કરો આસરે બે લાખનું ડીઝલ ચોરી કરી ગયા છે અને બીજી ટ્રક લઈને આવેલા શખ્સો ગેરેજે પડેલી ટ્રકમાથી ડિઝલ્ની ચોરી કરી ગયા છે જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે સીસીટીવી કબજે કરીને આગળની કાર્યાવહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”