મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં શ્રેષ્ઠ સેવા આપનાર સેવાભાવીઓનું તંત્ર દ્વારા કરાયું સન્માન


SHARE

















વાંકાનેરમાં કોરોના કાળમાં શ્રેષ્ઠ સેવા આપનાર સેવાભાવીઓનું તંત્ર દ્વારા કરાયું સન્માન

(કેતન ભટ્ટી દ્વારા) કોરોના કાળ દરમ્યાન શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનારી સમગ્ર મોરબી જીલ્લાની સંસ્થાઓ અને સેવા ભાવિઓનો એક સન્માન કાર્યક્રમ મોરબી જીલ્લા વહીવટી તંત્ર યોજાયેલ હતો જેમાં વાંકાનેરનાં શ્રેષ્ઠ સેવાભાવિઓનું પણ  અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.


વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન ભારે કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી, કોરોનાથી અનેક લોકો નાં મૃત્યુ થઈ રહ્યા હતાં, ઓક્સિજન માટે લોકો ચારે બાજુ રઝળપાટ કરી રહ્યા હતાં, સિવિલ હોસ્પિટલમાં જગ્યા ન હતી, ખાનગી હોસ્પિટલ મોટા ભાગની બંધ હતી તેવા કપરા સમયે લોકોને કોરોના સારવાર માટે ક્યાં જવું તે સૂઝતું ન હતું તેવા સમયે વાંકાનેરનાં અગ્રણી ઉદ્યોગપતિ અને ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ પ્રગ્નેશ ભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) લોકોની મદદ માટે આગળ આવ્યાં હતાં અને ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ (સૌરાષ્ટ્ર પ્રાંત)નાં સંયુક્ત ઉપક્રમે વેદમાતા ગાયત્રી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જ્યાં અનેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર - દવા આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોને રાહત થવા પામી હતી ત્યારે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ યોજાયેલ સન્માન કાર્યક્રમમાં વાંકાનેરમાં યશસ્વી સેવા કરનાર પ્રગ્નેશભાઈ પટેલ, હિરેનભાઈ પારેખને સન્માન પત્ર અર્પણ કરી અદકેરું સન્માન જિલ્લા કલેકટર હસ્તે કરવામાં આવ્યું હતું.




Latest News