વાંકાનેરમાં કોરોના કાળમાં શ્રેષ્ઠ સેવા આપનાર સેવાભાવીઓનું તંત્ર દ્વારા કરાયું સન્માન
“પદ્મ એવોર્ડ” માટે રાજ્ય જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને અરજી કરી શકાશે
SHARE
“પદ્મ એવોર્ડ” માટે રાજ્ય જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રને અરજી કરી શકાશે
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ભારત સરકાર તરફથી દર વર્ષે નિયમો અનુસાર એનાયત થતા “પદ્મ એવોર્ડ” માટેની દરખાસ્ત મંગાવામાં આવે છે.
મોરબી જિલ્લાના વ્યક્તિ વિશેષ તથા સંસ્થા કે જેવો એ જુદા જુદા ક્ષેત્રોમાં કોઇ વિશિષ્ટ કામગીરી કરેલ હોય, તેવો એ આ એવોર્ડ મેળવવા માટેના અરજી પત્રક (ફોર્મ) જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર - મોરબી બ્લોક નં-૩૭-૨, ઋષભ નગર, ઓમ શાંતી પ્રિ. સ્કુલની બાજુમાં ગેંડા સર્કલ મોરબી-૨ જિ. મોરબી ખાતેથી મેળવી વિગત ભરી તા. ૦૯/૦૭/૨૦૨૧ના રોજ સાંજે ૦૫-૦૦ વાગ્યા સુધીમાં પહોંચતા કરવા સિનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક નં.૦૨૮૨૨-૨૪૦૫૭૧, મો. ૯૬૬૪૬૮૨૧૫૮ અને ઓનલાઇન વેબ સાઇટ https:padmaawards.gov.in પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.