તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 ની મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક, ખ, ગ, ઘ લખીને લખ્યા સવા લાખ મંત્ર !


SHARE









ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક, ખ, ગ, ઘ લખીને લખ્યા સવા લાખ મંત્ર !

“મન હોય તો માળવે જવાઈ..” આ કહેવાતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી ૮૦ વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે અને ક, ખ, ગ, ઘ લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા જેમની ઉમર ૮૦ વર્ષ છે તેઓએ અભ્યાસ કર્યો ન હતો જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું જો કે, વર્ષ ૨૦૧૭ માં તેને લખવા અને વાંચવાનું મન થયું હતું અને પછી તેને મક્કમ રીતે અભ્યાસ સહરું કર્યો હતો અને નાના બાળકની જેમ જ પહેલા ક, ખ, ગ, ઘ લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીની અનેક બુક લખી હતી અને છ મહિનામાં જ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી અમૃતબેને ‘ઓમ નમઃ ભગવતે વાસુદેવાય’ મંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે અને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં તેઓએ ૧.૨૫ લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ‘ભાગવત’ પ્રસાદીમાં આપ્યું હતું 




Latest News