મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ મહિના પહેલા અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર શખ્સ પકડાયો


SHARE













મોરબીમાં ત્રણ મહિના પહેલા અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર શખ્સ પકડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા શક્તિ ચેમ્બર નજીક થોડા સમય પહેલા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાંથી રિક્ષામાંથી નિચે ઉતરી રહેલા યુવાનને બાઈકચાલકે હડફેટે લીધો હતો અને સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું હતું જોકે તે સમયે અકસ્માત સર્જીને બાઇક ચાલક ભાગી ગયો હતો અને દરમ્યાનમાં તેના ફોન નંબર અને ફોટો આધારે તપાસ કરીને તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકના મહીલા પીએસઆઇ એલ.એન.વાઢીયા તરફથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીક વાહન અકસ્માતનો બનાવ ગત તા.૩૦-૧૨ ના રોજ બન્યો હતો જેમાં રોડ સાઇડમાં ઉભી રાખવામાં આવેલ રિક્ષામાંથી ઉતરી રહેલા યુવાનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી યુવાનને સારવારમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયું હતું.જે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જોકે જેતે સમયે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. જો કે મૃતકના સગા સંબંધીઓએ મોબાઇલમાં તે ઇસમનો ફોટો પાડેલ હતો અને તેના મોબાઇલ નંબર પણ મેળવી લીધા હતા પરંતુ તે ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં તેનો મોબાઇલ છેલ્લા ઘણા સમયથી બંધ આવતો હોવાથી તે મળી આવ્યો ન હતો.દરમ્યાનમાં ટેકનિકલ માધ્યમથી તપાસ કરવામાં આવતા અને બાતમીદારોની બાતમીને આધારે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અને છેલ્લા ત્રણ મહિનાથી ઉપરોક્ત બનાવમાં ફરાર બાઈકચાલક થારૂભાઇ નરવતસિંહ બીલવાલ જાતે આદિવાસી (ઉમર ૨૪) રહે.ખેડા કલલપુરા તાલુકો પાટણ જિલ્લો જાંબુવા મધ્યપ્રદેશ વાળાની ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવમાં પીએસઆઇ વાઢીયા દ્રારા ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હુમલાખોરની ધરપકડ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે શીતળા માતા ધાર વિસ્તારમાં રહેતા યુવાન સાથે અન્ય યુવાનને ઝઘડો થયો હતો અને બાદમાં ડરી ગયેલા એક યુવાને શરીરે કેરોસીન છાંટીને આપઘાત કરી લેતાં તેનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજયું હતું.જે અંગે મૃતક યુવાનને પાઇપ વડે માર મારવા અંગે ફરિયાદ નોંધાવાઇ હતી તે મારામારીના બનાવમાં હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃતક ઉપર પાઇપ વડે હુમલો કરનાર હુમલાખોર રાજેશ ઉર્ફે રાજા રાયમલ ધામેચા જાતે કોળી (ઉંમર ૩૧) રહે.મહેન્દ્રનગર ઉગમણા જાપે શીતળા માતા મંદિર નજીક મોરબી-૨ વાળાની મારામારીના ઉપરોકત બનાવમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

દારૂની બોટલ સાથે પકડાયો

મોરબીના ટીંબડી ગામના બસ સ્ટેશન પાસેથી નીકળેલા તુલસીરામ જગદીશપ્રતાપ આંગણાં જાતે ગુર્જર (૨૬) રહે.જુના સાદુળકા શ્રી દેવ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મૂળ રહે.રાજસ્થાન વાળાની મોરબી તાલુકા પોલીસે ઝડતી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૩૭૫ ની કિંમતની દારૂની એક બોટલ સાથે હાલમાં તુલસીરામ ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.






Latest News