મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા-જોડીયાના બાવન ગામને પાણી માટે ૧૯.૨૮ કરોડનું કામ મંજૂર


SHARE









મોરબી-માળીયા-જોડીયાના બાવન ગામને પાણી માટે ૧૯.૨૮ કરોડનું કામ મંજૂર

મોરબીના મચ્છુ- ર ડેમ આધારીત મોરબી માળીયા - જોડીયા જૂથ સુધારણા યોજનાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે અને ૫ વર્ષ મરામત નિભાવણી સહિતના કામના ડીટીપીની મંજૂરી મળેલ છે જે કામા ૧૯.૨૮ કરોડનું છે તેનું જાણવા મળ્યું છે

રાજ્યકક્ષાના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પ્રજાજનોની પાયાની જરૂરીયાતને લક્ષમાં લઇ સરકારનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કરવામાં આવેલ રજૂઆત અને સતત ફોલોઅપથી મોરબી જિલ્લાના મોરબી-માળીયા-જોડીયા જુથ સુધારણા યોજના હેઠળ પર (બાવન) ગામો તથા પરા વિસ્તારમાં જુદી જુદી ક્ષમતાના વિલેજ લેવલ સમ્પ, કનેક્ટીંગ પાઇપલાઇન તથા પમ્પહાઉસ-મશીનરીનાં કામો મંજૂર કરવામાં આવેલ છે અને આ કામ ૫ વર્ષ માટેની મરામત અને નિભાવણી સહિતનાં (સિવિલ અને મીકેનીકલ) કામો માટેનાં ૧૯,૨૮,૫૪,૧૮૬.૧૬ નાં ડી.ટી.પી.ની મંજૂરી આપવામાં આવેલ છે

આ જૂથ સુધારણા યોજના અંતર્ગત મોરબીના ૩૩ અને માળીયામીનાં ૨૭ ગામોએ ૫૦ હજારથી ૪ લાખથી વધુની ક્ષમતાના પાણીનાં વધારાના સ્ટોરેજ ઉપરાંત ગ્રેવીટી તથા રાઇઝીંગ મેઇન પાઇપલાઇન, ર એમએલડી ક્ષમતાનો ક્લીયર વોટર ભૂગર્ભ સંપ, પમ્પહાઉસ, કમ્પાઉન્ડ વોલ, સ્ટાફ ક્વાર્ટર, ઇન્ટર્નલ રોડ, રીપ્લેસીંગ એરવાલ્વ/રાઇઝર, લાઇટ એરેન્જમેન્ટ, ફ્લોમીટર, પમ્પીંગ મશીનરી વિગેરે કામગીરીનાં સમાવેશ થકી પ્રજાજનોની મુખ્યત્વે જરૂરીયાત પાણીના સ્ત્રોતની સંગ્રહશક્તિના વધારાની સુવિધા ઉપલબ્ધ થશે 




Latest News