મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના હાઉસિંગ બોર્ડ માં ભાજપના કર્મઠ કાર્યકર પરબતભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ


SHARE







મોરબીના હાઉસિંગ બોર્ડ માં ભાજપના કર્મઠ કાર્યકર પરબતભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અને ભાજપના કર્મઠ કાર્યકર એવા પરબતભાઈ કલોતરા (રબારી)એ હરહંમેશ હાઉસિંગ બોર્ડ વિસ્તારની અંદર રહેતા લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ સારી રીતે મળે તેના માટે આ સતત જહેમત ઉઠાવી હતી અને કોઇપણ હોદો ન હોવા છતા પણ લોકોની ઘણી સેવા કરી હતી જેથી તેમના અવસાન બાદ તેઓની યાદ આ વિસ્તારેાં કાયમ માટે રહે તે માટે તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હાઉસિંગ બોર્ડના મુખ્ય માર્ગને પરબતભાઈ કલોતરા નામકરણ કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ હાઉસિંગ બોર્ડમાં આવેલ એ.કે.પટેલ હોલમાં તેઓની છબીને મૂકવામાં આવી છે અને આ તકે  પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી નગરપાલિકાના પવડી વિભાગના ચેરમેન દેવાભાઈ અવાડીયા તેમજ પાલિકાના ચુંટાયેલા સભ્યો સહિતના અનેક રાજકીય આગેવાનો અને હાઉસિંગ બોર્ડ વિસ્તારના લોકો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા






Latest News