મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ગાંધીનગર‌ પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહનો એવોર્ડ નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાને  એનાયત


SHARE









ગાંધીનગર‌ પોલિસ અકાદમી કરાઈ ખાતે અલંકરણ સમારોહ "DGP's Commendation Disc-2020'' નો એવોર્ડ નાયબ પોલિસ અધિક્ષક કે.ટી. કામરીયાને  એનાયત

ગુજરાત રાજ્યનાં પોલિસ વડા ડીજીપી આશિષ ભાટીયા ખુદ પ્રશંસાના પુષ્પો સાથે કે.ટી. કામરીયાને એવોર્ડ અર્પણ કરતા હસતા મુખે બોલી ઉઠ્યા કે " હવે કોઈ બાકી રહ્યા છે એવોર્ડ મેળવવાના..? " ત્યારે ખુદ ગુજરાત રાજ્યના ડીજીપીની પ્રશંસાની ટકોરથી પોલિસફોર્સમાં વધું કામગીરી કરવાની પ્રેરણા મળતી હોય છે

ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, વર્ષ- 2020 માં પોલીસ વિભાગની ફરજ દરમિયાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય પોલીસ સેવાઓ બદલ કમીટી દ્વારા “DGP's Commendation Disc" માટે આ એવોર્ડ એનાયત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું  તા. 8/4/2022 ના રોજ કલાકઃ 3-30 વાગ્યાથી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે નવા વિદ્યાભવન, ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલ હતું. જેમા ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ હાલ સ્ટેટ મોનિટરીંગ સેલના નાયબ પોલિસ અધિક્ષકશ્રી અને સૌરાષ્ટ્રના મોરબી જીલ્લાના વતની કે.ટી. કામરીયાને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા બદલ કમિટી દ્વારા પસંદગી કરાતા રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા સાહેબના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.




Latest News