ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે જવાબદારીમાંથી મુક્ત ન થવું જોઇએઃ જાગૃતિબેન પંડ્યા


SHARE







કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે જવાબદારીમાંથી મુક્ત ન થવું જોઇએઃ જાગૃતિબેન પંડ્યા
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સનશ્રી જાગૃતિબેન હરેન પંડ્યાના અધ્‍યક્ષ સ્‍થાને કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને કઇ રીતે સુરક્ષીત રાખી શકાય તે વિષયને ધ્યાને લઇને કલેકટર કચેરીના સભાખંડમાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન જાગૃતિબેન હરેન પંડ્યાએ જણાવ્યું હતુ કે, નિષ્‍ણાંતોના જણાવ્યા પ્રમાણે આવનારી કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકોને વધારે અસર કરશે. આપણે કોરોના જતો રહ્યો તેમ સમજીને આપણે આપણી જવાબદારી માંથી મુક્ત ન થવુ જોઇએ વધુમાં જાગૃતીબેન પંડ્યાએ બાળકોને લગતી દરેક સમિતિમાં પદાધિકારીઓએ જોડાઈ તમામ યોજનાની માહિતી ગામના દરેક ખુણે પહોંચે તેવા આયોજન પર ભાર મુક્યો હતો.
 બાળ આયોગના પ્રોગામ ઓફીસર શતાબ્‍દીબેન પાન્‍ડેએ જણાવ્યું હતુ, કે સંભવિત કોરોનાની ત્રીજી લહેર બાબતે જે આયુષ વિભાગની ગાઇડલાઇન અનુસાર સંભવીત ત્રીજી લહેરમાં બાળકોને સુરક્ષીત રાખવા માટે ગ્રામ્ય લેવલની કુલ ૩૫૫ સમિતિઓ બનાવામાં આવી છે. જિલ્‍લા પંચયાતના પ્રમુખ ચંદુભાઇએ ઘરના દરેક સભ્‍યએ સ્‍વચ્છતા રાખવી, હાથ સેનેટાઇઝર કરવા, સોશ્યલ ડિસ્‍ટન્‍ટ રાખવા અનુરોધ કર્યો હતો. જેથી ઘરમાં બાળકો પણ તે રીતે તેનું અનુકરણ કરે છે આ બેઠક દરમ્યાન મારુ ગામ કોરોના મુક્ત અને મારા ગામનું બાળક કોરોના મુક્ત બાળકના શપથ લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્‍લા કલેકટર જે.બી. પટેલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, અગ્રણી જિજ્ઞેશભાઇ કૈલા, જિલ્‍લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા, જિલ્‍લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરસીયા, બાળ કલ્‍યાણ સમિતિના ચેરમેન રાજુભાઇ બદ્રકીયા, જિલ્‍લા તેમજ તાલુકાના બાળકોને લગતી સમિતિના ચેરપર્સન તેમજ વિવિધ સમિતિઓના સભ્‍યો હાજર રહ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 




Latest News