મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત 


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર ગળેફાંસો ખાઈ લેતા યુવાનનું મોત 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના સેનેટરીવેરના કારખાનાની અંદર લેબર કવાટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર તેના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ લેતા મજુર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ પરના કોટો સેનેટરી નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ભરતભાઇ દેવજીભાઈ મકવાણા નામના ૩૭ વર્ષના યુવાને તેના લેબર કવાટરની અંદર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં બનેલ ઉપરોક્ત બનાવમાં મૃતક ભરત મકવાણાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે હાલ તપાસમાં સામે આવ્યું ન હોય તપાસ અધિકારી હમીરભાઈ ગોહિલે બનાવના કારણ અંગે વધુ તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા છે.

ઝેરી દવા પીતા મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા અને પતિની સાથે રહીને ફ્રુટ વેચવાનો ધંધો કરતાં જ્યોત્સનાબેન દિનેશભાઈ ભગાભાઈ દેવીપુજક નામની ૩૨ વર્ષીય મહિલાએ નદીના પટમાં ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા વધુમાં જાણવા મળ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે પૃથ્વી આજે ધંધો કરવા માટે કયુ ફ્રુટ ભરવું તે વાતને લઇને બોલાચાલી-ઝગડો થયો હતો અને તે સામાન્ય બોલાચાલી-ઝઘડાની વાતનું લાગી આવતા જોત્સનાબેન દિનેશભાઈ દેવીપુજકે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના વજેપર શેરી નંબર-૧૪ માં રહેતો વિવેક મનસુખ પરમાર નામનો ૨૦ વર્ષનો યુવાન રાજકોટ કેકેવી હોલ ચોકમાં હતો અને ત્યાંથી તે પગપાળા જતો હતો ત્યારે ટ્રક વાળાએ તેને પાછળથી હડફેટે લેતા વિવેક પરમારને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઇ જવાયો છે. જ્યારે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૧૪ માં રહેતા મહેશ જગુભાઈ દેવીપુજક નામના ૨૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવારમાં લઇ જવાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News