મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટરને ખાન ખનીજ વિભાગને જાણ કરનાર વૃધ્ધ અને તેના દીકરાઓને માર માર્યો


SHARE









હળવદ તાલુકામાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટરને ખાન ખનીજ વિભાગને જાણ કરનાર વૃધ્ધ અને તેના દીકરાઓને માર માર્યો

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે નદીમાં રેતી ભરવા આવેલ ટ્રેક્ટરની ખાણ ખનીજ વિભાગને જાણ કરનાર વૃદ્ધને તેમજ તેના બે દીકરાને બે શખ્સો દ્વારા કેમ અમને નદીમાંથી રેતી ભરવા દેતા નથી તેવું કહીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હતી જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા જગદીશભાઇ કસુભાઈ ટાપરિયા (૬૦) એ હાલમાં જગાભાઈ ઉર્ફે ઠુઠી માત્રાભાઇ ભરવાડ અને અન્ય એક શખ્સ આમ કુલ મળીને બેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપી જગાભાઈ ભરવાડનો ડ્રાઇવર ટ્રેક્ટર લઈને નદીમાં રેતી ભરવા માટે આવ્યો હતો જેની ફરિયાદીએ ખાણ ખનીજ ખાતામાં ફોન કરીને જાણ કરેલ હતી જે બાબતનો ખાર રાખીને આરોપી પતિની મોટરકારમાં ત્યાં આવ્યા હતા અને “તમે કેમ અમોને નદીમાંથી રેતી ભરવા દેતા નથી” તેવું કહીને જગદીશભાઈએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદીના દીકરા મહેશભાઈ અને જવેરદાનની સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને કારમાંથી ધોકો કાઢી ફરિયાદી જગદીશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હાલમાં જગાભાઈ ભરવાડ સહિત બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News