રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

રાજકોટમાં રહેતા યુવાનની વાંકાનેરના રાજસ્થળી ગામે આવેલ જમીન ઉપર દબાણ: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો


SHARE







રાજકોટમાં રહેતા યુવાનની વાંકાનેરના રાજસ્થળી ગામે આવેલ જમીન ઉપર દબાણ: લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

રાજકોટ નાના મૌવા મેઈન રોડ ઉપર રહેતા યુવાનની વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં માલિકીની જમીન આવેલ છે જેને પચાવી પાડવા માટે થઈને એક શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે અને ત્યાં વાવેતર કરવામાં આવ્યું છે જેથી હાલમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ નાનામોવા મેઈન રોડ ઉપર શ્યામ વિહાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ નાનાલાલ વિરમગામમાં જાતે પટેલ (ઉંમર ૪૯) એ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામે રહેતા રાજુભાઇ ધનાભાઈ ડાભીની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, રાજસ્થળી ગામ ના સરવે નંબર ૯૮/૧ વાળી ૧-૧૩-૩૧ વાળી સાત વીઘા જેટલી જમીન તેઓની માલિકીની છે જે જમીન પચાવી પાડવા રાજુભાઈ ડાભીએ તેના ઉપર કબજો કર્યો છે અને વાવેતર કરી પોતાના અંગત લાભ માટે તે જમીનનો ઉપયોગ કરી રહ્યા છે જેથી ભરતભાઈ વિરમગામા દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News