મોરબીમાં ૩૦ ટકા વ્યાજે રૂપિયા આપનારા વ્યાજખોર પિતા-પુત્ર રિમાન્ડ ઉપર
મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાનની હત્યા કરનાર મહિલા સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે
SHARE









મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાનની હત્યા કરનાર મહિલા સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે
મોરબીમાં તાજેતરમાં યુવાનની પ્રેમિકાની માતા અને બે મામાએ હત્યા કરી હતી જેથી કરીને મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે હાલમાં હત્યાના ગુનામાં મહિલા સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મિતેશ ભરતભાઇ કુબાવત જાતે બાવાજીને તેના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે પ્રેમ સંબંધ હતો જેની જાણ સગીરાના ઘરે થઇ જતાં સગીરાની માતા અને તેના બે મામાએ મળીને યુવાનનું અપહરણ કર્યું હતું અને તેને વાડીએ લઈ જઈને માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા મિતેશ ભરતભાઇ કુબાવતને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જેથી હત્યાના આ બનાવમાં મૃતક યુવાનની માતા ગીતાબેન ભરતભાઇ કુબાવતની ફરિયાદ લઈને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સગીરાની માતા સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે સગીરાના મામા ધર્મેશભાઇ બાલુભાઇ વિડજા, પરેશભાઇ બાલુભાઇ વિડજા તથા સગીરાની માતા મીનાબેન બાલુભાઇ વિડજા રહે. ત્રણેય મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે
