મોરબીના મહેન્દ્રનગર ગામે યુવાનની હત્યા કરનાર મહિલા સહિતના ત્રણેય આરોપી જેલ હવાલે
મોરબીમાં ૫.૬૧ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બે આરોપીના બુધવાર સુધી રિમાન્ડ
SHARE









મોરબીમાં ૫.૬૧ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બે આરોપીના બુધવાર સુધી રિમાન્ડ
મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીઓના આગામી બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાનજીભાઈ મકવાણાએ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં મધુબેન મહેશભાઇ શર્મા (૪૧) રહે, બાલાજી એંકલેવ ગણપતિ સોસાયટી ગ્રેટર નોઇડા બિસરત ગાજિયાબાદ યુપી મૂળ રહે. કબીર નગર સહદરા દિલ્હી અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાન રહે, ન્યુ અશોક નગર વસુંધરા એંકલેવ નવી દિલ્હી મૂળ ધરમાઇ દેવરિયા અલાવલ તાલુકો ઇટાવા જિલ્લો ગૌંડા યુપી વાળાની ધરપકડ કરેલ હતી અને આ બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે તા ૧૧ અને બુધવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે
