મોરબીમાં ૫.૬૧ લાખની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બે આરોપીના બુધવાર સુધી રિમાન્ડ
મોરબીના વીસીપરામાં બિયરના ૧૦ ટીન સાથે એક પકડાયો, એક ફરાર !
SHARE









મોરબીના વીસીપરામાં બિયરના ૧૦ ટીન સાથે એક પકડાયો, એક ફરાર !
મોરબીના સ્મશાન રોડ ઉપરથી શંકર આશ્રમ તરફ જઈ રહેલા એક્ટીવાને રોકીને પોલીસ ચેક કરતા તેમાંથી બીયર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૫ હજાર રૂપિયાની કિંમતનું એકટીવા અને ૧૦૦૦ રૂપિયાની કિંમતનો બિયર આમ કુલ મળીને ૨૬ હજારનો મુદામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સ ત્યાંથી નાશી ગયો હતો તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વીસીપરામાં સ્મશાન રોડ ઉપરથી શંકર આશ્રમ તરફ જવાના રસ્તા ઉપરથી ડબલ સવારીમાં એકટીવા પસાર થઈ રહ્યું હતું ત્યારે તે એકટીવા નંબર જીજે ૩૬ ક્યૂ ૭૯૩૫ ને રોકીને તેની ડેકી ચેક કરવામાં આવતા તેમાંથી બીયરના ૧૦ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે એક હજાર રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અરૂણભાઇ દિનેશભાઇ હળવદીયા (ઉ.૧૯) રહે. વીશીપરા લાયન્સનગર મેઇન રોડ અમુલ ડેરીની બાજુમા મોરબી વાળાની ધરપકડ કરી છે અને હાલમાં પોલીસે બીયર અને સ્કૂટર આમ કુલ મળીને ૨૬ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે તેમજ કુમાર દીપકભાઈ પંસરા જાતે દેવીપુજક રહે. વીસીપરા ફુલછાબની સામે મોરબી વાળો પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો જેથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
