વાંકાનેરનાં રાજાવડલા ગામની સીમ જુગાર રમતા પાંચ શખ્સ ૫૩,૮૫૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE









વાંકાનેરનાં રાજાવડલા ગામની સીમ જુગાર રમતા પાંચ શખ્સ ૫૩,૮૫૦ ના મુદામાલ સાથે પકડાયા
વાંકાનેર તાલુકાનાં રાજાવડલા ગામની સીમ સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૩૮૫૦ નો મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાનાં રાજાવડલા ગામની સીમ વડીયા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ફીરોજભાઈ અબ્દુલભાઈ દલ જાતે સંધી (ઉ.૩૩), જાહીદભાઈ અલાદભાઈ વિસર જાતે સંધી (ઉ.૩૮), પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા જાતે કોળી (ઉ.૨૦), જયેશભાઈ મનસુખભાઈ અબાસણીયા જાતે કોળી (ઉ.૨૭) અને ધર્મેન્દ્રસિંહ જુવાનસિંહ ઝાલા જાતે દરબાર (ઉ.૬૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા ૩૯૮૫૦ તથા અન્ય મુદ્દામાલ ૧૪૦૦૦ એમ કુલ મળીને ૫૩૮૫૦ નો મુદ્દામાલ કબજે કરીને જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
