માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ૩૦ થી વધુ ગામો સિચાઈની સુવિધાથી વંચિત !: ખેડૂતોને સતત ચોથા વર્ષે પાકને નુકશાન જવાની ભીતિ


SHARE













મોરબી તાલુકાના ૩૦ થી વધુ ગામો સિચાઈની સુવિધાથી વંચિત !: ખેડૂતોને સતત ચોથા વર્ષે પાકને નુકશાન જવાની ભીતિ

મોરબી તાલુકાના જુદાજુદા ૩૦ થી વધુ ગામમાં સિચાઈ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો માત્ર ચોંસું પાક જ લઈ શકે છે અને તેમાં પણ જો ચોમાસામાં વધુ વરસાદ થાય કે ઓછો વરસાદ થાય તો ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવી જ રીતે ચાલુ વર્ષે સમયસર વરસાદ ન થયો હોવાથી લગભગ ૩૦ થી વધુ ગામના ખેડૂતોના પાકને મોટું નુકશાન થાય તેવી શક્યતા છે અને ખેડૂતોને માટે નુકશાનકારક આ લગભગ ચોથું વર્ષ હશે તેવું ખેડૂતો કહી રહયા છે.
 

સરકાર દ્વારા ગામડે ગામડે સિચાઈ માટે પાણી આપવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્રને સિચાઈ અને પીવાનું પાણી પહોચડવા માટેનો સૌની યોજનાનો મધર ડેમ મચ્છુ-૨ મોરબી જીલ્લામાં જ આવેલ છે તેમ છતાં પણ આજની તારીખે મોરબી જિલ્લાના અકે કે બે નહીં પરંતુ ૩૦ થી વધુ ગામ એવ છે કે જયા સિચાઈ માટેનો કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ખેડૂતો માત્ર ચોમાસુ પાક જ લઈ શકે છે જેથી મેઘરાજાએ એન્ટ્રી પછી સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતો દ્વારા તેના ખેતરોમાં વાવણી કરી નાખવામાં આવતી હોય છે.

આવી જ રીતે ચાલુ વર્ષે પણ વાવણી કરવામાં આવે છે જો કે, છેલ્લા પખવાડિયાથી આકાશમાથી એક ટીપું પાણી વરસ્યું નથી ત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગયેલ છે મોરબી તાલુકાનાં પંચાસર, કેરાળી, જીવાપર, ખાખરેચિ, અમરાપર, ગાંધીનગર્મ ગુલાબનાગર, નગાલપર, થોરાડા, માણેકવાડા, મોટી વાવડી, ફાટસર, બદનપર, ધૂળકોટ અને તેની આજુબાજુમાં સિચાઈ માટે આજની તારીખે પણ સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી કરીને ખેડૂતો માત્ર ચોમાસુ પાક લઈ શકે છે તેવામાં જો વરસાદ વધી જાય કે પછી ઘટી જાય તો ખેતરોમાં પાકને નુકશાન થાય અને ખેડૂતોની આશા અને અરમાન ઉપર પાણી ફરી વળે છે.

અમરાપર ગામના ખેડૂત અશ્વિનભાઈ ભાગીયા, રમેશભાઈ સાધાભાઈ, અમૃતભાઇ મોહનભાઇ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, સરકાર અને કુદરત બને સામે ૩૦ થી વધુ ગામના ખેડૂતો લાચાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબી તાલુકાનાં ૩૦ ગામના ખેડૂતોને વર્ષ ૨૦૧૮ માં દુષ્કાળ, વર્ષ ૨૦૧૯ માં અતિવૃષ્ટિ અને ૨૦૨૦ માં માં અતિવૃષ્ટિના લીધે નુકશાન થયું હતું આવી જ રીતે ચાલુ વર્ષે વાવણી કરી દેવામાં આવી છે અને ખેતરમાં મોલને પાણીની જરૂર છે ત્યારે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડૂતોની નજરની સામે સિચાઈની કોઈ સુવિધા ન હોવાથી ખેડૂતોનો પાક મૂરઝાઇ રહયો છે અને જો સમયસર હવે વરસાદ નહી પડે તો આ આખું વર્ષ ખેડૂતોને ફેઇલ જાય તો નવાઈ નથી ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સિચાઈના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News