માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકાર આગામી પાંચ વર્ષમાં વીજ ક્ષેત્રે કરશે ૫૦૦ કરોડથી વધુનું રોકાણ: મોહનભાઇ કુંડારિયા


SHARE













મોરબીમાં ૪ સબ સ્ટેશનનું લોકાપર્ણ અને ૨ સબ સ્ટેશનના કરાયું ભૂમિપૂજન: મોરબી સિરામિક એસો. હોલ ખાતે યોજાયો કાર્યક્રમ: સાંસદ, ધારાસભ્ય અને આગેવાનો રહ્યા હાજર

મોરબીની આસપાસમાં સિરામિક ઉદ્યોગનો સતત વિકાસ થઈ રહ્યો છે ત્યારે વીજ પુરવઠાની માંગને પહોચી વાળા માટે સરકાર અને વીજ કંપની દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે દરમ્યાન મોરબી જીલ્લામાં તૈયાર કરવામાં આવેલા નવા ૪ સબ સ્ટેશનનું સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બે નવા ૬૬ કેવીના સબ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા મોરબી જીલ્લામાં વીજ ક્ષેત્રે ૫૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે

ગઇકાલે મોરબી સિરામિક એસો.ના હોલમાં જેટકો દ્વારા નવા બનેલા સબ સ્ટેશનોનું લોકાર્પણ અને નવા બનનારા  સબ સ્ટેશનોનું ભૂમિપૂજન કરવા માટેનો કાર્યક્ર્મ રાખવામા આવેલ હતો જેમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાધારાસભ્ય બ્રિજેશ મેરજામોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, સિરામિક એસો. પ્રમુખ મુકેશ કુંડારિયા, નીલેશ જેતપરિયાકિરીટભાઈ પટેલ, વિનુભાઇ ભાડજા, જિગ્નેશભાઈ કૈલા, જયંતિભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, પ્રાંત અધિકારી દેવેન્દ્ર્સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્ર્મમાં મોરબીના લાલપરટંકારાના ભૂતકોટડાવાંકાનેરના પંચાસીયા અને શોભેશ્વર રોડ નવા બનાવવામાં આવેલ ચાર ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને નવા બનનારા બે સબ સ્ટેશનના ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે મોરબીની આસપાસમાં સિરામિકનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે અને રોજ સવારે નવી જમીન લેવામાં આવે અને નવા કારખાનાનું ખાતમહુર્ત કરવામાં આવતું હોય છે ત્યારે ઓદ્યોગીક વિકાસને ધ્યાનમા રાખીને સરકાર દ્વારા પણ સિરામિકની જરૂરીયાતને પહોંચી વળવા માટે નવા ૬૬ કેવી૧૩૨ કેવી૨૨૦ કેવી૪૦૦ કેવી સબ સ્ટેશન નિર્માણ કરવામાં આવી રહ્યા છે અને આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા મોરબી જીલ્લામાં વીજ ક્ષેત્રે ૫૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

ગઇકાલે મોરબી જીલ્લામાં ૫૦ કરોડના કામોના ભૂમિપૂજન અને લોકાપર્ણ કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં સીરમીકનો જેટ ગતિએ વિકાસ થયો છે તેમાં સરકાર અને પીજીવીસીએલ દ્વારા વિજા પુરવઠાને  ઝડપથી પૂરો પાડીને મોટો સહયોગ આપ્યો છે અને ભવિષ્યમાં પણ સીરમીક ઉદ્યોગની જરૂરિયાત મુજબ વીજ પુરવઠો મળે તે માટે સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સમગ્ર સિરામિક ઉદ્યોગ વતી પ્રમુખ દ્વારા સરકાર અને ઉર્જા મંત્રીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News