મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ નજીક લૂંટારુંના આંતકની ફરિયાદ ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સ- વેપારી મહામંડળની બેઠક મળી: પિઆઈની તાત્કાલિક બદલી


SHARE









હળવદ નજીક લૂંટારુંના આંતકની ફરિયાદ ન લેવાતા ચેમ્બર ઓફ કોમર્સ- વેપારી મહામંડળની બેઠક મળી: પિઆઈની તાત્કાલિક બદલી

હળવદ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો માહોલ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે તેવામાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલી ઇન્સ્ટ્રીઝ વિસ્તારમાં લુટારુઓએ ધામા નાખ્યા હતા અને તેની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળની બેઠક મળી હતી દરમ્યાન હળવદના પીઆઇની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે

હળવદ માળીયા હાઇવે ઉપર એકી સાથે સાતથી આઠ શખ્સો દ્વારા લૂંટ કરવામાં આવી છે અને ગંગોત્રી ઓઇલ મિલ સહિતના કારખાનામાં આ ટોળકીએ માલિક અને મજૂરોને માર માર્યો હતો અને લૂંટ ચલાવી હતી અને આ લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. જેની પોલીસને જાણ કરવામાં આવી તો પણ આ બનવાની સાંજ સુધીમાં ફરિયાદ ન લેવામાં આવતા હળવદ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળની બેઠક મળી હતી જેમાં એસઓજી પીઆઇ સહિતના અધિકારીઑ હાજર રહ્યા હતા ત્યારે તાત્કાલિક ફરિયાદ નોંધીને અસરકારક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે હાલમાં કથળી રહી સી હે તે મુદે યોગી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હળવદના પીઆઇ કે.જે.માથુકીયાની લીવ રીઝર્વમાં બદલી કરવામાં આવી છે અને ટેન જગ્યાએ લીવ રિઝર્વમાંથી પીઆઇ એમ.વી. પટેલને મૂકવામાં આવ્યા  છે




Latest News