ટંકારામાં બે વર્ષ પહેલા થયેલ કોલસાની ચોરીના ગુનામાં આરોપી પકડાયો
માળીયા પોલીસે ૧૨ વર્ષથી ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
SHARE
માળીયા પોલીસે ૧૨ વર્ષથી ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો નોંધાયો હતો જે ગુન્હામાં ૧૨ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો આ આરોપીને હાલમાં માળીયા તાલુકા પોલીસની ટીમે પકડી પડ્યો છે
મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવના ભાગરૂપે માળીયા મી.ના પીએસઆઈ એન.એચ. ચુડાસમા તથા ટીમ કામ કરી રહી હતી ત્યારે માળીયાની ભીમસર ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા હતા ત્યારે પરપ્રાતિય બસોમાં ખેતમજુરી કામે આવતા ખેતમજુરો ચેક કરતા હતા દરમ્યાન બસમાંથી ઉતરેલ મધ્યપ્રદેશ રાજ્યના મજુરો પૈકી એક ઇસમ શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરવામાં આવી હતી અને નામ સરનામાની વિગતે ખરાઇ કરતા માળીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ૧૨ વર્ષથી ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજુભાઇ ઉર્ફે જીવણ તોલસીંગ ઉર્ફે તોલીયા કલજીભાઇ ગામડ (ઉ.૪૩) રહે. મચ્છલીયા ગામ નાકાફળીયા જિલ્લો ઝાબુઆ (મધ્યપ્રદેશ) વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીએસઆઇની સૂચના મુજબ કનુભા રાણાભા, શેખાભાઇ મોરી, અજીતસિહ પરમાર, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, વિશ્વરાજસિહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરેલ છે