મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી બાળકનું મોત


SHARE











મોરબીના રંગપર પાસે સિરામિક કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી બાળકનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સિરામિક કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા બાળકનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સુપર ગ્રીન સીરામીકની અંદર સંજીવભાઈ હુરયભાઈ વાલ્મિકી (ઉંમર ૧૩) નામના બાળકને ચક્કર આવતા કારખાનામાં તે પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પ્રદીપભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સાપ કરડી જતા સારવારમાં

માળીયા મિંયાણા તાલુકાના વાધરવા ગામે નરસિંહભાઈ ટીટીયાભાઇ મન નામના ૩૬ વર્ષના યુવાનને સાપ કરડી જતા તેને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદ તાલુકાના પલાસણ ગામે રહેતા નવઘણભાઈ જીવાભાઈ વિઠલાપરા નામના ૩૫ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર તેની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

બાળક સારવારમાં

મોરબીના હળવદ તાલુકામાં આવતા ઇસનપુર ગામે વાડી વિસ્તારમાં બાઇકમાં જઈ રહેલ કૃપાલ હસમુખભાઈ પરમાર નામના ૧૫ વર્ષીય બાળકને ઇજાઓ તથા સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.કૃપાલ બાઈકમાં જતો હતો દરમિયાનમાં વાડી વિસ્તારમાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.






Latest News