મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારા, લજાઇ ચોકડી અને મિતાણા ગામે જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE









ટંકારા, લજાઇ ચોકડી અને મિતાણા ગામે જુગારની ત્રણ રેડ: ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા

ટંકારા તાલુકામાં આવતી  લજાઇ ચોકડી પાસે ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષ પાસે, મિતાણા ગામે અને ટંકારમાં જુગારની ત્રણ રેડ કરી હતી ત્યારે ૧૩ જુગારી ૧,૨૧,૪૦૦ ના મુદામાલ સાથે પકડાયા હતા જેથી કરીને પોલીસે જુગારીઓને પકડીને તેની સાથે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારા તાલુકામાં આવતી  લજાઇ ચોકડી પાસે ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે રમેશભાઇ તળશીભાઇ ડઢાણીયા (૪૫) રહે. ૨૦૨, સેન્ટરવ્યુ, એપાર્ટમેન્ટ, ગૌતમસોસાયટી,રવાપર રોડ અને જગદિશભાઇ ભગવાનજીભાઇ અઘારા (૫૮) રહે. ફલેટ નં.૩૦૧, રીલાયન્સ-૧, રીલાયન્સનગર, રવાપર રોડ, મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગાર રમતા શખ્સો પાસેથી રોકડા રૂપીયા. ૧,૦૨,૫૦૦ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે મુદામાલ અને આરોપીને ટંકારા પોલીસ સ્ટેશને સોપીને આગળની કાર્યવાહી કરેલ છે

મિતાણા ગામે જુગાર

ટંકારા તાલુકાનાં મિતાણા ગામે હનુમાનજીના મંદીર પાસે હરીભાઇ પુંજાભાઇ સોલંકીના બંધ મકાન પાસે જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી જુગાર રમતા મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી (૪૨), ભરતભાઇ ખીમજીભાઇ વાંક (૩૬), શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ બાળા (૪૩), હિરાભાઇ મેઘજીભાઇ પારઘી (૬૧) મોહનભાઇ નથુભાઇ પારઘી (૪૭) અને રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના (૪૪) મળી આવ્યા હતા જેથી પોલિસે તેની પાસેથી રોકડ રૂપીયા ૧૩,૭૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી

દેવીપૂજક વાસમાં જુગાર

ટંકારાના મોરબી નાકા પાસે આવેલ દેવીપૂજક વાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે કૈલાશ વેરશીભાઇ વીકાણી (૪૬), વિપુલ વિજયભાઇ વિકાણી (૨૯) બહાદુર મગનભાઇ વિકાણી (૫૦) મનોજ મહેશભાઇ વિકાણી (૧૯) અને દશરથ મેશનભાઇ વિકાણી (૨૩) રહે- બધા જ ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૫૨૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી




Latest News