મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કડીયા બોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાંથી ૧૦૮ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE









મોરબીમાં કડીયા બોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાંથી ૧૦૮ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી એલસીબીની ટીમને મળેલી બાતમી આધારે મહારાણાપ્રતાપ સર્કલ પાસે આવેલ કડીયા બોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૧૦૮ બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૧,૨૩,૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મહારાણાપ્રતાપ સર્કલ પાસે આવેલ કડીયા બોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના પૃથ્વીરાજસ્હિ જાડેજા, નંદલાલ વરમોરા તથા વિક્રમભાઇ ફુગસીયાને બાતમી મળી હતી જેના આધારે પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે કડીયા બોર્ડીંગ પાછળ ખુલ્લી જગ્યામાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૦૮ બોટલ જેની કિંમત ૧,૨૩,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા મમુભા જાડેજા (૩૪) રહે. નિત્યાનંદ સોસાયટી હાઉસીંગબોર્ડ પાછળ, મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રવિભાઇ નટુભાઇ વિડજા રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News