મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) ખાતે વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો


SHARE









માળીયા (મી) ખાતે વિકાસયાત્રા પ્રદર્શન સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અપાયો

વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું માળીયા ખાતે આગમન થયું હતું. જે દરમિયાન નગરજનો તેમજ સ્થાનિક અગ્રણીઓએ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથને ઉમંગભેર આવકાર આપી સામૈયું કરીને રથને કંકુ છાંટણા કરવામાં આવ્યા હતા. નગરજનોએ ગુજરાતની વિકાસયાત્રા પર બનાવેલી ફિલ્મનું પ્રસારણ નિહાળી ૨૦ વર્ષ દરમિયાન ગુજરાતની થયેલી કાયા પલટની ગાથાના સાક્ષી બન્યા હતા. આ વંદે ગુજરાત વિકાસયાત્રા દરમિયાન પી.એમ.જે.વાય., મા આયુષ્યમાન કાર્ડ, માતૃશક્તિ, ગંગા સ્વરૂપા વિધવા સહાય વગેરે યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન વન વિભાગ દ્વારા પણ ૭૨૫ થી વધુ ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું હતું. આ તકે માળીયા નગરપાલિકા પ્રમુખ હારૂનભાઈ સંધવાણી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા મામલરતદાર ડી.સી.પરમાર, માળીયા તાલુકા વિકાસ અધિકારી ડૉ.બાવરવા, માળીયા નગરપાલિકા ચીફ ઓફિસર ઉર્મિલાબેન સોમેસરા, અગ્રણી સર્વ જ્યોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, સ્થાનિક પદાધિકારી અને અધિકારીઓ તેમજ નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા




Latest News