મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના માતમ ચોકમાં જુગાર રમતા સાત ઝડપાયા


SHARE







 

માળીયા (મી)ના માતમ ચોકમાં જુગાર રમતા સાત ઝડપાયા

માળીયા (મી)ના માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સો રોકડા રૂપીયા ૧૨૭૦૦ સાથે મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

માળીયા (મી) પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માતમ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે હારૂનભાઇ દોષમામદભાઇ કટીયા જાતે મીયાણા (૬૦), દિલાવરભાઇ ઇસ્માઇલભાઇ જેડા જાતે મીયાણા (૬૫), ઇકબાલભાઇ મામદભાઇ મોવર જાતે મીયાણા (પર), હારૂનભાઇ ગુલામ હુશેનભાઇ ભટ્ટી જાતે મીયાણા (૩૬), રાવતભાઇ ઇશાકભાઇ જેડા જાતે મીયાણા (૩૬), દાઉદભાઇ ઓસમાણભાઇ પઠાણ જાતે મીયાણા (૫૩) અને અલારખાભાઇ દાઉદભાઇ જેડા જાતે મીયાણા (૫૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા રૂપીયા ૧૨,૭૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જુગાર

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ ધોળેશ્વર સ્મશાન પાસે ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર મહેશભાઈ વિનોદરાય મહેતા (૫૧) રહે. રીલીફ નગર મકાન નંબર ૪૦ તેમજ અદ્રેમનભાઈ ઉર્ફે અબ્દુલરહેમાન નૂરમહંમદભાઈ તુરક (૩૫) રહે. વીસીપરા મેઇન રોડ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૯૦૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News